ગુરુવાર, 24 મે, 2012

વિજય ચલાદરી ની સુંદર રચનાઓમાંની એક.....

જાંબુ ખર્યું ને – વિજય ચલાદરી

જાંબુની ડાળ પરથી જાંબુ ખર્યું ને હું તો ઠળિયાને જોઈ રહી એમ,
જાણે મારો પ્રેમ.
હું અંદર અંદરથી કોરતી જાઉં
એવું મારામાં ખળભળતું શું ?
પાંદડું હશે કે પછી પાંદડાની છાયા
મારા શ્વાસોમાં સળવળતું શું ?
તોય પક્ષીની વાતોમાં નામ મારું નઈ ! હવે આંસુ રોકાશે કે કેમ ?
જાણે મારો પ્રેમ.
ઝરમરથી લઇ અને ધોધમાર જોયું 'તું
પૂછશે તો કહીશું પણ શું ?
ઝાઝો ખાટ્ટો નહિ ઝાઝો મીઠ્ઠો નહીં
બસ એવો લાગે છે મને તું .
બાકી શબ્દોમાં રહીને તો પલળી જવાય એવો જાગ્યો છે ઊંડે ઊંડે વ્હેમ,
જાણે મારો પ્રેમ.
-વિજય ચલાદરી
_

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.