ગુરુવાર, 17 મે, 2012

અંજાર અને જોવા લાયક સ્થળો

અંજાર અને જોવા લાયક સ્થળો

અંજાર પ્રાચીન સમયમાં અંજાડવાસ નામથીઓળખાતું હતું. અંજારના પાદરે અજેપાળદાદા સહીદ થતા તેમના નામ ઉપરથી ગામનુંનામ અંજાર પડ્યું હોવાનું એક મત છે. તો અંજાર જેના માટે ગૌરવ લઈ શકે એવાગુજરાતના વિખ્યાત ઇતિહાસકાર શ્રી સ્વ.ઠાકરશીભાઈ પી.કંસારાના મતે અંજારની ચોમેર પડેલા અખૂટ જળભંડાર હોવાથી સંખ્યાબંધ વાડીઓમાં અનાજ અને ફળોની વિપુલ પેદાસ ઉપજતી.આમ આ સહેરઅનાજનું વેપાર કેન્દ્રું તથા અનાજનોકો...ઠાર ગણાતું તેથી આ તેથી આ શબ્દ 'અન્ન્જાર' ઉપરથી 'અંજાર' નામ પાછળથી પડ્યું હશે
અજેપાળજીના મંદિરેથી થોડે દુર ગુજરાતભરમાંપ્રસિદ્ધ 'જેસલ-તોરલ' ની સમાધિ આવેલી છે.જેસો બહારવટિયા તરીકે પ્રસિદ્ધ જાડેજા સતી તોરલ સાથે સપર્કમાં આવતા અને હ્રદય પરિવર્તન થતા ભક્તિના રંગમાં રંગાઈજતા જીવતે સમાધિ લીધી.દર વર્ષે ચેત્ર સુદ ચૌદસ અને પુનમના અહી મેળો ભરાય છે.
.
અંજારમાં વિખ્યાત જેસલ તોરલની સમાધિ અને અજેપાળજીદાદાનું સ્થાનક ઉપરાંત અબાજી માતાજીનું મંદિર,સગ્રશાપીરનો ઢોલીયો વેલ,ગાયત્રીમાંતાજીનો મંદિર,ચામુંડામાંતાજીનો મંદિર,વાંકલમાંતાજીનો મંદિર,મહાલક્ષ્મીજીનું મંદિર,શીતલામાંતાજીનો મંદિર,બહુચરમાંતાજીનો મંદિર,સ્વામીનારાયણનું મંદિર,ચારજૈન દેરાસરો,અબ્દ્રેમાંન્સા બાપુની દરગાહ અને મસ્જીદો વગેરે આવેલા છે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.