મંગળવાર, 8 મે, 2012

ગુજરાતનું એક ફરવા લાયક સ્થળ કે જ્યાં જઇ ૬૦ વર્ષના પણ ૧૬ ના થઇ જાય છે....

માલસર
નર્મદાનાં નીતર્યાં નીરે ડોંગરેજીનું માંગલ્યધામ
સિનોર ગામની ભાગોળેથી જમણી બાજુ જતાં માર્ગ ઉપર 5 કિ.મી. આગળ જતાં માલસર
ગામ આવે છે. પુરાણ પ્રસિદ્ધ સ્થાન હોવા છતાંડોંગરેજી મહારાજે અહીં નિવાસ
કર્યો અને અહીં નર્મદાના જળમાં દેહત્યાગ કર્યા પછી માલસરનું નામ વધુ
જાણીતું થયું.
માલસરમાં અન્ય પ્રાચીન મંદિરો હોવા છતાં યાત્રિકોનો ધસારો માત્ર શ્રી
સત્યનારાયણ મંદિર- ડોંગરેજી મહારાજના આશ્રમમાં જ હતો. વિશાળ જગામાં આ
સ્થાનનો ઘણો વિકાસ થયો છે. મંદિરનું મોટું ચોગાન , મોટી ભોજનશાળા ,
ધર્મશાળા , બગીચો તથા મહાત્મા માધવદાસજી અને ડોંગરેજી મહારાજનાં સમાધિ
મંદિરો ઉપરાંત અહીં વૃદ્ધાશ્રમ પણ છે. આ સ્થાનને મહાત્મા માધવદાસજીએ
જાગ્રત કર્યું. મહાત્મા માધવદાસજીનો જન્મ પૂર્વ બંગાળમાં થયો હતો.
કૂચ-બિહારના જંગલખાતામાંનોકરી કરી , 25 વર્ષની વયેસંવત 1923-24 માં
ગૌરાંગ સંપ્રદાયના ધર્મની દીક્ષા લીધી. તીર્થભ્રમણ કરતાં કરતાં તેઓને
હિમાલયમાં એક સમર્થગુરુનો મેળાપ થયો.માધવદાસજીએ મંત્રયોગને હઠયોગ સિદ્ધ
કર્યા હતા. જનતાના રોગનિવારણ માટે ઔષધિઓનું અદભૂત સામથ્ય કેળવ્યું હતું.
મુંબઈ પાસેના કનકેશ્વરી દેવીના સ્થાને બાર વર્ષ રીહ માત્ર મરચાંખાઈને
તેમણે યોગ સાધના કરી હતી.તેથી ત્યાં તેમને મરચિયા બાવા તરીકે ઓળખતા
સેંકડો સાધુઓની જમાત સાથેઅખંડ ભારતનાં તીર્થસ્થાનોનું ભ્રમણ કર્યા બાદ
ગુજરાતમાં આવ્યા ત્યારે માત્ર 20- 25 સાધઓને સાથે રાખી અન્યસાધુઓને વિદાય
આપી. નર્મદા તટે ભ્રમણ કરતાં કરતાં તેમણે માલસરની નર્મદાકિનારાની જગાને
મુકામ બનાવ્યો. તે સમયે અહીં જંગલ હતું અને ખાસ ચોક કહેવાતો હતો. તે
સમયનાછપ્પનિયા દુકાળમાં તેમના આશ્રમમાં રોજ સેંકડો સાધુ- અભ્યાગતો આવતા
અને તમામને માટે ભોજનની વ્યવસ્થા કરતા હતા.
સંસ્કત ભાષા અને ધર્મની જાળવણી માટે તેઓએ ઈ.સ. 1917-18 માં માધવ વિજય
સંસ્કૃત પાઠશાળા શરૂ કરી તે 1956 સુધી ચાલી. આ પાઠશાળામાંથી અનેક
વિદ્વાનો બહાર આવ્યા.
ઈ.સ. 1909 માં માધવદાસજી મહારાજે માલસરમાં સમગ્ર ભારતના વૈષ્ણવ સાધુઓની
પરિષદ યોજી હતી જેમાં 25 હજાર સાધુઓ આવ્યા હતા.
માધવદાસજીને ગુરુસ્થાન આપી સંતશ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજે
માધવદાસજીની પુણ્યતિથિ નિમિત્તે પોષ વદ ચોથથી બારસ સુધી ભાગવત કથા
કરતાહતા. આ ક્રમ સતત 30 વર્ષ સુધી ચાલ્યો હતો અને આજે પણ ભાગવત કથાનું
આયોજન થાય છે.
આ અર્વાચીન મંદિરમાં ગોપીનાથ કૃષ્ણ અને રાધાજી , સત્યનારાયણ ભગવાન ,
શાલિગ્રામજી તથા રામ-લક્ષ્મણ-જાનકીની સુંદર પ્રતિમાઓ છે. ડોલર-મોગરાનાં
ફૂલોથી સમર્ગ મંદિર ઊઠે છે. સમર્થમાધવદાસજી મહારાજની જગાને ડોંગરેજી
મહારાજે પોતાનું નિવાસ બનાવ્યું હતું.
ડોંગરેજી મહારાજનો જન્મ તા. 15-2-1926 માં થયો હતા. આઠ વર્ષની વયે
શિક્ષાર્થે પંઢરપુર ખાતે ગુરુ આશ્રમમાં ગયા હતા જયાં તેમણે સાત વર્ષ
પુરાણો-વેદો-વેદાંતો અને ધર્મનો અભ્યાસ કર્યો હતા. ભાગવત પર પ્રભુત્વ
મેળવ્યા બાદ તેમણે પ્રથમ ભાગવત સપ્તાહ પૂના શહેરમાં કરી હતી.ગુજરાતમાં
ઈ.સ. 1954 માં ગુજરાતીમાં પ્રથમ ભાગવત કથા સૌરાષ્ટ્રમાં કરી અને ગુજરાતની
જનતાનુંતેમનું સંતરામ મંદિરમાં જતેમણે તા. 9-11-1991 ને ગુરૂવારે સવારે
9-37 મિનિટે અંતિમ શ્વાસ લઈ બ્રહ્મલીન થયા હતા. તેમની ઇચ્છા મુજબ તેમના
નશ્વર દેહને માલસર ખાતે નર્મદા મૈયાના પ્રવાહમાં જળ સમાધિ આપવામાં આવી
હતી.
ડોંગરેજી મહારાજનું સમાધિ મંદિર , માધવદાસજી મહારાજની બાજુમાં જ
બનાવવાનાં આવ્યું છે અત્યારે આ મંદિરનો વહીવટ મહંત પ્રેમદાસજી મહારાજ કરે
છે. અહીં માત્ર એક રૂપિયામાં દવા (દવાખાનું) , ગૌશાળા , અખંડ ધૂન ,
અન્નક્ષેત્ર વગેરે પ્રવૃત્તિ ચાલે છે.
આ મંદિરની પાસે જ નર્મદા તટે બાલ ગોપાલ સેવા ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમ
તથા શ્રી ડોંગરેજી સેવા ભકિત આશ્રમનું સંચાલન થાય છે. આઉપરાંત અહીં
નર્મદા તટે અંગિરસતીર્થ , પાંડુતીર્થ , અયોજિનેશ્વર મહાદેવ વગેરે પૌરાણિક
મંદિરો આવેલાં છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.