રવિવાર, 20 મે, 2012

virpur

virpur
Jay jalarambapa

ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું મંદિર આવેલ છે જેમના દર્શન કરવામાટે લોકો દૂર દૂરથી આવે છે. આ યાત્રાધામ જુનાગઢથીમાત્ર 50 કિ.મી.ના અંતરે આવેલ છે.
જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવંત 1856માં 4-11-1799માં સોમવારનેદિવસે થયો હતો. જલારામના પિતા એક વેપારી હતાં અને જલાને પણ થોડુક જ ભણાવવા માટે એક ગામડાની સ્કુલમાં દાખલ કર્યા હતાં. પરંતુ તેમનું મન ભણવામાં જરાયે લાગતું ન હતું તેમનું ધ્યાન સાધુ સંતોમાં વધારે પરોવાયેલુરહેતું હતું. એવું કહેવાયછે કે તેમને ત્યાં એક સમયે એક મહાન સંત આવ્યાં હતાં અને તેમણે જલાની માતાને કહ્યું કે મારે તમારા પુત્રના દર્શન કરવા છે. જલાએ ત્યાં આવીને મહારાજને પ્રણામ કર્યા અને તેમને રામનામનો એક મંત્ર આપ્યો અને પોતે ત્યાંથી વિદાય લઈ લીધી. ત્યાર બાદ જલો ચાલતાં, બેસતાં, ઉઠતાં અને ફરતાં સીતારામના નામનો જ જપ કરતો હતો.
ત્યાર બાદ લગ્નને યોગ્ય તેમની ઉંમર થતાં આટકોટના પ્રાગજી સોમૈયાની પુત્રીવીરબાઈ સાથે તેમના લગ્ન થયાં. વીરપુરમાં તેઓ તેમની પત્ની સાથે સાધુસંતોની સેવા કરતાં અને ત્યાં થઈને નીકળતા દરેક માણસને ભોજન આપતાં. તેઓ સમાનભાવે દરેકની સેવા કરતાં તેથી લોકો તેમને જલારામ કહેવા લાગ્યા.
ભગવાન તેમની કસોટી કરવા માટે એક વખત વૃદ્ધ સાધુનું રૂપ લઈને આવ્યાં હતાં અને તેમણે તેમની પાસે તેમની પત્ની વીરબાઈની માંગણી કરી હતી.જલારામે સાધુની સેવા કરવા માટે પ્રેમથી તેમની પત્નીને સાધુને આપી દિધી હતી. પરંતુ બાદમાં ભગવાનેપ્રસન્ન થઈને વીરબાઈ પાસે પ્રસાદી રૂપે ધોકો અને જોળી મુકતાં ગયાં. આજે પણ આ ધોકો અને જોળી તે મંદિરની અંદર છે. જે લોકો આજે અહીંયા દર્શન કરવા માટે આવે છે તેઓ મંદિરની અંદર રાખેલ આ ધોકા અને જોળીના દર્શન પણઅવશ્ય કરે છે. આજે અહીંયાજે લોકો આવે છે તેઓ તેમનોપ્રસાદ લઈને જ જાય છે. એવું કહેવાય છે કે તેમને ત્યાં અનાજનો ભંડાર ક્યારેય પણ ખુટતો નથી. અને ચોવીસ કલાક સુધી રસોડુ ચાલે છે.
વીરપુર જવા માટે અમદાવાદ તેમજ રાજકોટથી કેટલીય સરકારી બસો મળી રહે છે. તેમજ ખાનગી વાહન દ્વારા પણ જઈ શકાય છે. તે ઉપરાંત આખા ગુજરાતના કોઈ પણ સ્થળેથી સરળતાથી બસો મળી રહે છે.
સદાવ્રતના સ્વામી: જલારામ બાપા
સં.૧૮૫૬ના કારતક સુદ સાતમને સોમવારે તા.૪-૧૧-૧૭૯૯ના રોજ વીરપુરમાં લોહાણા ગૃહસ્થને ધેર રાજબાઈમાતાની કૂખે જન્મેલા જલારામના મુખે માત્ર પાંચ વર્ષની ઉંમરે રામરામ સીતારામનો મંત્ર હતો. પિતા વેપારી હતા, ગામમાં એમની નાનકડી હાટડી હતી. વેપારીના દીકરાએ ખપ જોગું ભણવું તોપડે જ એટલે પિતાએ એને ગામઠી નિશાળમાં ભણવા મૂકયો. પણ બાળક જલારામનુંચિત્ત ભણવાગણવા કરતાં સાધુ-સંતો તરફ વધારે. સાધુને જુએ કે એનો હાથ પકડી એ એને ધેર જમવા તેડીલાવે.
એમ કરતાં જલારામ ચૌદ વરસનો થયો. પિતાએ એને જનોઈ દીધી અને આટલું ભણતરબસ છે કહી નિશાળમાંથી ઉઠાડી લઈ પોતાની નાનકડી હાટડીએ બેસાડી દીધો. પિતાને બીક હતી કે દીકરાનું મન સાધુ-સંતો તરફ ઢળેલું છે, તેથી એ સાધુ તો નહીં થઈ જાય ને? એટલે એને સંસારમાં બાંધવા એમણે એનું સગપણ કરી નાખ્યું. કિશોર જલારામને આ ગમ્યું નહીં. તેણે નમ્રતાથી પિતાને કહ્યું, ' તમે મને સંસારનીઘટમાળમાં શા સારુ જૉડો છો? મારે તો ભગવાનની ભકિતકરવી છે.'
ત્યારે પિતાએ અને કાકા વાલજીએ એને સમજાવ્યો કે ભાઈ, ગૃહસ્થાશ્રમને તું હીણો ન સમજ! ઘર બાંધીને બેઠા હોઈએ તો કો'ક દહાડો આપણે ધેર કોઈને પાણી પાઈએ, કોઈને રોટલો ખવડાવીએ, વળી ચકલાં-કબૂતરને ચણ નાખીએ. એ પુણ્ય ઓછું નથી. અરે, ઘરમાં કીડી-મકોડી કણ ખાય એનું યે પુણ્ય લાગે!' ખવડાવવાની વાત જલારામના મનમાં વસી ગઈ. અને સોળ વરસની ઉંમરે આટકોટ ગામના પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે જલારામનાં લગ્ન થઈ ગયાં.
જલારામને મન સંસાર સાધુની સેવા માટે હતો. વીરપુર ગામ જૂનાગઢના માર્ગ પર હતું. તેથી અવાર-નવાર સાધુ-સંતો અહીં રોકાતા. સાધુડો જૉયોકે જલારામનું રૂંવેરૂંવું હર્ષથી નાચવા લાગતું. સાધુ-સંતોને એ ધેર જમવા તેડી લાવે કે દુકાનમાંથી એમને સીધું-પાણી આપે, વસ્તુ જૉઈએ તો વસ્તુ આપે.આથી પિતાએ તેને ઘરથી જુદોકરી નાખ્યો. હવે જલારામ કાકા વાલજીની દુકાને બેસવા લાગ્યો. એકવાર દશ-બાર સાધુઓ કાકાની દુકાને આવી ચડયા. જલારામેએમને તાકામાંથી ફાડીને દશ હાથ પાણકોરું આપ્યું, પછી દાળ-ચોખા, લોટ-ગોળનુંપોટલું અને ઘીનો લોટો લઈ પોતે જ એ સાધુઓની સાથે ચાલ્યો.
હવે દુકાનમાંથી એનું ચિત્ત ઠી ગયું. એકાએક એનામનમાં જાત્રાએ જવાનો સંકલ્પ થયો. જલારામ જાત્રા પર નીકળી પડયા. તેવખતે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી. સકળ તીર્થનાં દર્શન કરી દોઢ-બે વર્ષે એ ધેર પાછા આવ્યા, ત્યારે ગામે ધામધૂમથી એમનું સામૈયું કર્યું. જાત્રાએથી આવ્યા પછી જલારામ ભોજા ભગતનાં દર્શને ગયા. જુગજુગની ઓળખાણ જાગી પડી અને જલારામ ભોજા ભગતનાં પગમાં પડયા ને એમને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગુરુએ કંઠી બાંધી રામમંત્ર આપ્યો. બેઉં પતિ-પત્ની રામનામ લે અને કાયાતૂટ મજૂરી કરે. સાંજે જે દાણોમળે તે માથે ચકીને ધેર લાવે. હવે ભગતે ગુરુચરણે પ્રાર્થના કરી, 'મહારાજ, મારે સદાવ્રત બાંધવું છે,આપની આજ્ઞા માગું છું.' ગુરુએ પ્રસન્ન થઈ ભગતના માથે હાથ મૂકી કહ્યું, 'મનકરમ વચને કરી નિજ ધર્મ આદરી દાતાભોકતા હરિ એમ રહેવું.' તેમણે સદાવ્રતનીશરૂઆત કરી. (સં. ૧૮૭૬ મહાસુદ બીજ).
દિવસે દિવસે સંતસાધુ અને જાત્રાળુઓની સંખ્યા વધતીજતી હતી. સંઘરેલો દાણો ખલાસ થઈ ગયો હતો, અને આતિથ્યમાં તકલીફ પડતી હતી. વીરબાઈએ ભગતને બોલાવી પોતાના માવતરના ઘરની સોનાની સેર ડોકમાંથી ઉતારી તેમની સામે ધરી દીધી. ભગતે પત્નીના દાગીના વેચી સાધુઓને રોટલા ખવડાવ્યા. વીરપુરમાં હરજી નામે એક દરજી રહે. એને પેટમાં કંઈદરદ હતું. હરજીએ કહ્યું, 'હે જલા ભગત! મારા પેટનું દરદ મટે તો સદાવ્રતમાં પાંચ માપ દાણા દઈશ!' બન્યું એવું કે એ જ દિવસથી હરજીનું દરદ ઓછું થતું ગયું અને આઠ દિવસમાંએ સાવ સાજૉ થઈ ગયો. પાંચ માપ દાણા ભગતના પગમાં મૂકી એ એમને પગે લાગ્યો ને બોલ્યો,'બાપા, તમે મને સાજૉ કર્યો!'
ભગતની આ પહેલી માનતા. ત્યારથી તેઓ'બાપા'નું બિરુદ પામ્યા.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.