સી યુ અગેઇન કરતાં તમારું એ આવજોમધમીઠું લાગે
હાય હેલો ફ્રેંડશીપ બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે
હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના
ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે
પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે
હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે
હતાશ હું બેભાન રહું છો હો ઇ. આર.સારવારે
જોઉં તરત "કેમ છો" શબ્દ પડઘા થઈ આવે
ક્ષુધાસભર આળોટું વિદેશી વાનગીવચાળે
ખાઉં ઓડકાર જો ખીચડી ખાટી છાશ આવે
ચકરાઉં બસ નૉર્ડસ્ટ્રોમ મેસીસ ઝાકજમાળે
ચીંથરાને ચૂમું જો મૅઈડ ઈન ઇંડિયા આવે
લૉટરી કૂપન યા જૉબ-લેટર ગાર્બેજ ભાળે
ફાટેલ દેશી ટપાલમાં અક્ષર મોતી થૈ આવે
કુમ્ભકર્ણ થઈને નસ્કોરું ક્રીસમસનીય સવારે
સફાળો જાગું "જાગો રે" પ્રભાતિયે સાદ આવે
ભટકે બેતાળાભરી નયના ઇંટરનેટનામેળે
મળે ગુજરાતી ફોંટ તો બેસવાનું ઠામ આવે
ડોલર નામે સાહ્યબી છો ના દોમદોમઆવે
દોલતમાં દિલને ભાગે જો કાણી પાઇઆવે
દિલીપ આર. પટેલ
ગુરુવાર, 24 મે, 2012
દિલીપ આર. પટેલ ની સુંદર રચનાઓમાંની એક.....
માભોમ..
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.