મંગળવાર, 6 માર્ચ, 2012





કસ્તુરબા
કસ્તુરબા
(એપ્રિલ ૧૧, ૧૮૬૯ફેબ્રુઆરી ૨૨, ૧૯૪૪), જેમને પ્રેમથી બધા "બા" કહેતા, તેઓ મહાત્મા ગાંધીના ધર્મપત્ની હતા. તેમના લગ્ન ૧૩ વર્ષની ઉંમરે થયા હતા. લગ્ન સમયે તેઓ નિરક્ષર હતા, બાદમાં ગાંધીજીએ તેમને લખતા-વાંચતા શીખવ્યું.
કસ્તુરબા ગાંધીજીની સાથે સાથેજ રાજકીય ચળવળોમાં જોડાયેલા રહ્યા. તેઓ ૧૮૯૭ માં ગાંધીજીની સાથે દક્ષિણ આફ્રિકા ગયા.૧૯૦૪ થી ૧૯૧૪ દરમિયાન તેઓએ ડર્બન નજીક "ફોનિક્ષ આશ્રમ" ની પ્રવૃતિઓમાં સહયોગ આપ્યો. ૧૯૧૩ માં દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની દારૂણ કામકાજી સ્થિતી વિરૂધ્ધ ચાલેલ આંદોલન દરમિયાન તેઓની ધરપકડ થઇ અને ત્રણ માસની સખત કેદની સજા થઇ. પછીથી,ભારત આવ્યા પછી ઘણી વખત,જ્યારે ગાંધીજીને કેદ કરવામાં આવતા ત્યારે,તેમણે તેમનાં સ્થાને નેતૃત્વ કર્યુ. ૧૯૧૫ માં જ્યારે ગાંધીજી "નિલ મજદુરો" (ગળી ઉત્પાદન સાથે જોડાયેલા કામદારો,ખેડુતો)નાં ટેકામાં આંદોલન કરવા ભારત આવ્યા,ત્યારે કસ્તુરબાએ પણ તેમના સહભાગી બન્યા. તેઓ કામદારોનાં બાળકો અને સ્ત્રીઓને સ્વચ્છતા,શિસ્ત અને વાંચતા-લખતા શિખવતા.
કસ્તુરબા અશ્થમા (chronic bronchitis) નાં દર્દથી પિડાતા હતા.ભારત છોડો આંદોલનની ધરપકડો અને આશ્રમની કઠોરતા જેવી તનાવભરી જીંદગીથી તેઓ બિમારીમાં પટકાયા. જેલવાસ દરમિયાનજ અતિ નબળાઇ અને ગંભીર હ્રદય રોગનાં હુમલાથી તેમનું ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪નાં અવસાન થયું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.