કોણ કે’ છે નમાલી છે પ્રજા ગુજરાતની ?
શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની.
ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની.
કઈ કહું ? કઈ ના કહું ? મોંઘી મતા ગુજરાતની.
આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં
ભોળી ભોળી ભાવનાઓ છે અહા ! ગુજરાતની.
ક્યાંય નહીં જડશે તમોને જોડ આ ગુજરાતની.
સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની.
શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની.
ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની.
કઈ કહું ? કઈ ના કહું ? મોંઘી મતા ગુજરાતની.
આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં
ભોળી ભોળી ભાવનાઓ છે અહા ! ગુજરાતની.
છે ભલે ને માળવાની મેંદી તેથી શું થયું ?
રંગ હા લાવી શકે એ તો કલા ગુજરાતની.
રંગ હા લાવી શકે એ તો કલા ગુજરાતની.
રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દી’
એષણા પૂરી અમે કરશું કદા ગુજરાતની.
એષણા પૂરી અમે કરશું કદા ગુજરાતની.
આ હૃદયના ટાંકણા પર કોતરીને રાખશું
રક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની.
આ વિરંચીએ રચેલી સૃષ્ટિ સૌ ખૂંદી વળોરક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની.
ક્યાંય નહીં જડશે તમોને જોડ આ ગુજરાતની.
એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના
પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની.
પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની.
ઝાઝું તો હું શું કહું સુરભૂમિથી પણ અધિક
વહાલી વહાલી છે મને આ ભોમકા ગુજરાતની.
એમની પાસેથી હું ‘દિલદાર’ માગું શું બીજું ?વહાલી વહાલી છે મને આ ભોમકા ગુજરાતની.
સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.