શુક્રવાર, 23 માર્ચ, 2012
બાળગીત
કેવો મારો વટ પડે છે.
બસમાં બેસી જાઉં નિશાળે કેવો મારો વટ પડે છે.
નવું મજાનું દફતર સાથે કેવો મારો વટ પડે છે.
સફેદ ખમીસ ને ભૂરી ચડ્ડી કેવો મારો વટપડે છે.
પગમાં ચમકે બૂટની જોડી કેવો મારો વટ પડે છે.
એ-બી-સી-ડી બધી આવડે કેવો મારો વટ પડે છે.
ભણી ગણીને મોટો સાહેબ બનશું કેવો મારોવટ પડે છે.
બોધ વચનો
બોધ વચનો
૧. સાચું બોલ.
૨. ધર્મનું આચરણકર.
૩. માતાને દેવ સમાન ગણી તેમની આજ્ઞા પાળ.
૪.પિતાને દેવ સમાન ગણી તેમની આજ્ઞા પાળ.
૫. આચાર્યને દેવ સમાનગણી તેમની આજ્ઞા પાળ.
૬.અતિથિને દેવ સમાન ગણી તેમની આજ્ઞા પાળ.
૭. પ્રભુ ભકિતમાં આળસ ન કર. ૮. શ્રધ્ધાથી દાન આપ,અન્યની મદદ કર.
જોડકણું
વારતા રે વારતા
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર... માડી
કવીતા
જળકમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે…
કહે રે બાળક તું મારગ ભુલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખુટ્યો, અહીંયા તે શીદઆવીઓ…
નથી નાગણ હું મારગ ભુલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હારીઓ…
રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો…
મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવરનાનેલો
જગાડ તારા નાગને મારૂં નામ કૃષ્ણ કાનુડો…
લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ…
શું કરું નાગણ હાર તારો, શું કરું તારોદોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ…
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો…
બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો…
નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખઆપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે…
બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને…
થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો…
-નરસિંહ મહેતા
રવિવાર, 11 માર્ચ, 2012
બુધવાર, 7 માર્ચ, 2012
aarti
આનંદ મંગલ કરું આરતી‚
હરિ ગુરુ સંતની સેવા‚
પ્રેમ ધરી મંદિર પધરાવું‚
સુંદર સુખડાં લેવા…
હરિ ગુરુ સંતની સેવા‚
પ્રેમ ધરી મંદિર પધરાવું‚
સુંદર સુખડાં લેવા…
રતન જડીત બાજોઠ ઢળાવ્યા‚
મોતીના ચોક પૂરાવ્યા
આનંદ મંગલ કરું આરતી…
મોતીના ચોક પૂરાવ્યા
આનંદ મંગલ કરું આરતી…
રત્ન કુંભ વત બાહર ભીતર‚
અકળ સ્વરૂપી એવા
આનંદ મંગલ કરું આરતી…
અકળ સ્વરૂપી એવા
આનંદ મંગલ કરું આરતી…
અનહદ વાજાં ભીતર વાગે‚
આનંદ રૂપી એવા
આનંદ મંગલ કરું આરતી…
આનંદ રૂપી એવા
આનંદ મંગલ કરું આરતી…
જેને આંગણ તુલસીનો ક્યારો‚
શાલિગ્રામની સેવા
આનંદ મંગલ કરું આરતી…
શાલિગ્રામની સેવા
આનંદ મંગલ કરું આરતી…
સંત મળે તો મહાસુખ પામું‚
ગુરુજી મળે તો મીઠા મેવા
આનંદ મંગલ કરું આરતી…
ગુરુજી મળે તો મીઠા મેવા
આનંદ મંગલ કરું આરતી…
ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚
પ્રગટયા દરશન દેવા
આનંદ મંગલ કરું આરતી…
પ્રગટયા દરશન દેવા
આનંદ મંગલ કરું આરતી…
અડસઠ તીરથ મારા ગુરુ ને ચરણે‚
ગંગા જમના રેવા
આનંદ મંગલ કરું આરતી…
ગંગા જમના રેવા
આનંદ મંગલ કરું આરતી…
કહે પ્રીતમ ઓળખ્યો અણસારો‚
હરિના જન હરિ જેવા
આનંદ મંગલ કરું આરતી…
હરિના જન હરિ જેવા
આનંદ મંગલ કરું આરતી…
મંગળવાર, 6 માર્ચ, 2012
કસ્તુરબા
કસ્તુરબા
(એપ્રિલ ૧૧, ૧૮૬૯ – ફેબ્રુઆરી ૨૨, ૧૯૪૪), જેમને પ્રેમથી બધા "બા" કહેતા, તેઓ મહાત્મા ગાંધીના ધર્મપત્ની હતા. તેમના લગ્ન ૧૩ વર્ષની ઉંમરે થયા હતા. લગ્ન સમયે તેઓ નિરક્ષર હતા, બાદમાં ગાંધીજીએ તેમને લખતા-વાંચતા શીખવ્યું.
કસ્તુરબા ગાંધીજીની સાથે સાથેજ રાજકીય ચળવળોમાં જોડાયેલા રહ્યા. તેઓ ૧૮૯૭ માં ગાંધીજીની સાથે દક્ષિણ આફ્રિકા ગયા.૧૯૦૪ થી ૧૯૧૪ દરમિયાન તેઓએ ડર્બન નજીક "ફોનિક્ષ આશ્રમ" ની પ્રવૃતિઓમાં સહયોગ આપ્યો. ૧૯૧૩ માં દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની દારૂણ કામકાજી સ્થિતી વિરૂધ્ધ ચાલેલ આંદોલન દરમિયાન તેઓની ધરપકડ થઇ અને ત્રણ માસની સખત કેદની સજા થઇ. પછીથી,ભારત આવ્યા પછી ઘણી વખત,જ્યારે ગાંધીજીને કેદ કરવામાં આવતા ત્યારે,તેમણે તેમનાં સ્થાને નેતૃત્વ કર્યુ. ૧૯૧૫ માં જ્યારે ગાંધીજી "નિલ મજદુરો" (ગળી ઉત્પાદન સાથે જોડાયેલા કામદારો,ખેડુતો)નાં ટેકામાં આંદોલન કરવા ભારત આવ્યા,ત્યારે કસ્તુરબાએ પણ તેમના સહભાગી બન્યા. તેઓ કામદારોનાં બાળકો અને સ્ત્રીઓને સ્વચ્છતા,શિસ્ત અને વાંચતા-લખતા શિખવતા.
કસ્તુરબા અશ્થમા (chronic bronchitis) નાં દર્દથી પિડાતા હતા.ભારત છોડો આંદોલનની ધરપકડો અને આશ્રમની કઠોરતા જેવી તનાવભરી જીંદગીથી તેઓ બિમારીમાં પટકાયા. જેલવાસ દરમિયાનજ અતિ નબળાઇ અને ગંભીર હ્રદય રોગનાં હુમલાથી તેમનું ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪નાં અવસાન થયું.
GREAT GIFT FROM GOD "MOM N' PAPA"
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)